કાવ્ય સમીક્ષા
💢 કાવ્ય સમીક્ષા કાવ્ય:- સુખદુઃખની વાતો બને, નહિ છાનું કંઈ કોની કને કોઈનું દિલ ના કહોવાય, મિત્રાચારી તહાં કહેવાય. જાત- રંગથી જે જે ભેદ , તેથી નહિ કો કોને ખેદ, જીવ એક ને જુજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય. સ્વાર્થ ન બીજો પ્રિતિવિના, પ્રીતિ વણ સહુ અનમના, રાતદિવસ પ્રિતી જમાય, મિત્રાચારી તહાં કહેવાય એક કરે થાયે કામ, મન વળગેલાં આકે જામ વાત જહાં ન ઉથાપાય, મિત્રાચારી તહાં કહેવાય. એક કર્યું સહુને ગમે, કો ના ભમવ્યા ન ભમે મિત્ર નું ભૂંડું ન સંખાય, મિત્રચાર તહાં કહેવાય લાલચમાં લપટાપે નહિ, જીવ જતે ના જુદા સહી, આડી વેળાએ પ્રાણ અપાય, મિત્રાચારી તહાં કહેવાય, ચડતા સહુ વાતે ભરપુર, પડતાને ન મુકે દુર, મિત્ર દેખી રામે લાય, મિત્રાચારી તહાં કહેવાય દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાશ, પ્રેમરસેય નીતિ રખાય, મિત્રાચારી તહાં કહેવાય બાહ્ય સમીક્ષા ૧ ) કાવ્યનું નામ- " મિત્રાચારી તહાં કહેવાય" પ્રસ્તુત કાવ્યનુ નામ મિત્રાચારી તહાં કહેવાય છે. ૨) કવિનું નામ- નર્મદ પ્રસ્તુત કાવ્યના કવિનું નામ નર્મદ છે. ...