કાવ્ય સમીક્ષા

💢 કાવ્ય સમીક્ષા 

કાવ્ય:-
સુખદુઃખની વાતો બને, નહિ છાનું કંઈ કોની કને 
કોઈનું દિલ ના કહોવાય, મિત્રાચારી તહાં કહેવાય.

જાત- રંગથી જે જે ભેદ , તેથી નહિ કો કોને ખેદ,
જીવ એક ને જુજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય.

સ્વાર્થ ન બીજો પ્રિતિવિના, પ્રીતિ વણ સહુ અનમના,
રાતદિવસ પ્રિતી જમાય, મિત્રાચારી તહાં કહેવાય

એક કરે થાયે કામ, મન વળગેલાં આકે જામ
વાત જહાં ન ઉથાપાય,  મિત્રાચારી તહાં કહેવાય.

એક કર્યું સહુને ગમે, કો ના ભમવ્યા ન ભમે
મિત્ર નું ભૂંડું ન સંખાય, મિત્રચાર તહાં કહેવાય

લાલચમાં લપટાપે નહિ, જીવ જતે ના જુદા સહી,
આડી વેળાએ પ્રાણ અપાય, મિત્રાચારી તહાં કહેવાય,

ચડતા સહુ વાતે ભરપુર,  પડતાને ન મુકે દુર,
મિત્ર દેખી રામે લાય, મિત્રાચારી તહાં કહેવાય

દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાશ,
પ્રેમરસેય નીતિ રખાય, મિત્રાચારી તહાં કહેવાય

બાહ્ય સમીક્ષા 
) કાવ્યનું નામ- " મિત્રાચારી તહાં કહેવાય"
         પ્રસ્તુત કાવ્યનુ નામ મિત્રાચારી તહાં કહેવાય છે.

૨) કવિનું નામ-  નર્મદ
        પ્રસ્તુત કાવ્યના કવિનું નામ નર્મદ છે.
       કવિ નર્મદ તરીકે પ્રસિદ્ધ નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મ સુરત મુકામે થયો હતો. તેમનો જન્મ ૨૪/૮/૧૮૮૩ માં થયો હતો. તેમણે મુંબઈમાં શિક્ષણ લીધું હતું. તેમણે ગુજરાતીમાં નવી શૈલીનાં કાવ્યો લખ્યાં, તેથી તેમને અર્વાચીન યુગના અગ્રેસર માનવામાં આવે છે. તેમનું મૂલ્ય ૧૮૮૬ માં થયું હતું.

૩) સ્ત્રોત
       પ્રસ્તુત કાવ્ય "યુવા હવા" પુસ્તકમાંથી લેવાયેલ છે.
તેને google વેબસાઈટ https:// Gujaratikavitanegazal. wordpress.com માંથી પ્રસ્તુત કાવ્ય મેળવવા માં આવ્યુ છે.

૪) ક્ષેત્ર પ્રદેશ
       પ્રસ્તુત કાવ્યમાં બધા જ વિસ્તારને આવરી લેવામાં આવેલ છે. કાવ્યમાં મિત્ર વિશે વર્ણવાયેલુ હોવાથી અંહિ મિત્રનો જ ઉલ્લેખ થયેલો છે. પ્રસ્તુત કાવ્યમાં સાંજ, સવાર અને બપોરે એમ બધા જ સમયને આવરી લેવામાં આવેલ છે. પ્રસ્તુત કાવ્ય ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળને આવરી લે છે.

Comments

Post a Comment